પુસ્તકીયું જ્ઞાન


શીખવા કાજે શીખી લીધું એ પુસ્તકીયું જ્ઞાન ;
પણ જીંદગીના અનેક માર્ગમાં બન્યો છું હું અજ્ઞાન.
ગુણાકાર, સરવાળા, બાદબાકીથી થતો હું પરેશાન ;
અંતે આવી ગયું આ સમસ્યાનું સમાધાન.
પુસ્તકોમાં વિશ્વયુધ્ધોની વચ્ચે અટવાયાં અમે ;
ન શીખવાને લીધે જીંદગીમાં અનેક માર્ગે ફસાયાં અમે.
શિક્ષકે શીખવી દીધું, ” સત્ય એ જ પરમેશ્વર ”
પણ હું ન જાણું કે, “શું સત્ય ને શું ઇશ્વર ? ”
વસવસો થઇને ઉઠતો હ્રદયમાં એક જ પ્રશ્ન ;
ક્યાં ગયું તે જ્ઞાન, જે હું ન સમજ્યો અજ્ઞાન !
- નિલેશ કે. હિંગુ