જિંદગીનો રંજ – નિલેશ હિંગુ

અનિશ્ચિતતા ભર્યા જીવનમાં કેવળ રંજ એક જ વાતનો છે,
કે આ અમાનુષી લોકોથી ઘડાયેલો જમાનો કઈ જાતનો છે.

ખૂબ ખેલ્યા છે પ્રણયજનોએ ફાગ આ નવરંગ દિલમાં,
પણ આખરે તો પસ્તાવવાનું છે આ જ ભરી મહેફિલમાં.

ખૂબ હર્યા ફર્યા મળ્યા એ યૌવનથી રંગાયેલ દિવસોમાં;
પરંતુ બળબળતા મરવાનું રહ્યું, પાછળથી એ જ જિંદગીમાં.

જીવનમાં કરેલ અજબ ગજબની ભૂલોનો પસ્તાવો થતો રહ્યો,
પણ સાથીના સુવાસભર્યા સંગાથથી જીવનનો આનંદ વહેતો રહ્યો.

અવિશ્વાસના ઝેરથી અમે ઘડીએ મળ્યાં ને ઘડીએ જુદાં થયાં;
પરંતુ પ્રેમ તણા એકસૂત્રતાનાં તારથી અમે એકમેકમાં મળી ગયાં!

માત્ર આ જ વાતનો રંજ આ સપ્તરંગી જિંદગીમાં રહી ગયો;
કે, જિંદગીનો આ અમૂલ્ય સોનેરી તબક્કો હાથમાંથી વહી ગયો.

- નિલેશ કે. હિંગુ

No comments: